નડાબેટ ખાતે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે BSF સાથે દિવાળીની ઉજવણી કરી

નડાબેટ ખાતે સ્વરૂપજી ઠાકોરે BSF સાથે દિવાળીની ઉજવણી કરી

નડાબેટ ખાતે સ્વરૂપજી ઠાકોરે BSF સાથે દિવાળીની ઉજવણી કરી

રાજ્યના ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. તેમણે જવાનો સાથે ખુશીઓની દિવાળી પર્વની શુભેચ્છાઓ પણ વહેંચી હતી.

આ ઉજવણી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે યોજાઈ હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જવાનોના બલિદાન અને રાષ્ટ્રપ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે.

મંત્રીએ કહ્યું કે જવાનોની સતર્કતા અને બહાદુરીને કારણે દેશ સુરક્ષિત છે. તેમણે “ઓપરેશન સિંધૂર” હેઠળ જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા અને સૈન્ય અભિયાનના ઉલ્લેખ પણ કર્યા.

તેમણે જણાવ્યું કે આ અભિયાનોથી જવાનોની શૌર્ય અને વીરતાનો પરિચય મળે છે. દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજનિષ્ઠા ભારતીયો માટે ગૌરવની બાબત છે.

આ પ્રસંગે BSFના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી દેશપ્રેમ અને દિવાળીના પર્વની ખુશી વ્યક્ત કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ