"પાલનપુરમાં ગુરુનાનક ચોક નજીક લાગેલી આગમાં કેબીન બળી ખાક"
પાલનપુર ગુરુનાનક ચોક નજીક સોમવારે કયારાના ઢગલામાં આગ લાગી હતી. જેની બાજુમાં પડેલું કેબીન પણ આવી જતા બળી ને ખાક થઈ ગયું હતું. દરમિયાન પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
પાલનપુર ગુરુનાનક ચોક નજીક ગઠામણ દરવાજાને સાંકળતા માર્ગની બાજુમાં નગરપાલિકાનું કચરા સ્ટેન્ડ છે. જ્યાં નાખવામાં આવેલા કચરામાં સોમવારે સવારના સુમારે અચાનક શોર્ટસરકીટ થી આગ લાગી હતી. જે પ્રસરી જતા બાજુમાં પડેલું લાકડાનું કેબીન અચેતમાં આવી ગયું હતું. અને જોતા જોતા કેબીન ભભકતી જતી રહી હતી. જ્યાં આજુબાજુના વેપારીઓએ પાણીની ડોલો ભરી ભરી ને આગ બુઝાવવાની પ્રયત્નો કર્યા હતો.
દરમિયાન ફાયર વિભાગના લાખાજી રાજપૂત, જસવંત ઠાકોર ફાયર ફાઇટર સાથે દોડી આવ્યા હતા. જેમણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પાલનપુરના મહંમદભાઈ બલોચ ગુરુનાનક ચોક નજીક કેબિનમાં ઘડિયાળ રિપેર કરવાનો વ્યવસાય કરતા હતા. જેમનું ચાર માસ અગાઉ નિધન થયું હતું. સળગી ગયેલા કેબિનમાં કોઈ માલ સામાન ન હતો.
તંત્રી : ગોવિંદઠાકોર

0 ટિપ્પણીઓ